M.C.Modi High School
M.C.Modi Highschool | Scholarship

વિદ્યાર્થીલક્ષી વિવિધ પુરસ્કારો

વિવિધ સ્પર્ધાઓ, જાહેર પરીક્ષાઓ, રમત-ગમત, ચિત્રકલા, ગણિત વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મળતા પુરસ્કારની વિગત

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધોરણ-12 અને ધોરણ-10 માં પ્રથમ આવનારને રૂ.1000/-, ધો. 10 અને 12 દ્ધિતીય આવરનારને રૂ.500/-, તૃતીયને રૂ.300/-, ચોથા ક્રમે રૂ.250/-, પાંચમાં ક્રમે રૂ.200/- છઠ્ઠા ક્રમે રૂ.100/- પુરસ્કાર અપાય છે.

 

વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન વિષયો માટે રૂ.100, ધોરણ – 10  અંગ્રેજી માટે રૂ.100, ધોરણ – 12 નામાના મૂળ તત્વો, ગુજરાતી માટે રૂ.100, હિન્દી, અંગ્રેજી, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર,સંસ્કૃત, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન માટે રૂ. 50, ધોરણ 1 થી 9 અને ધોરણ – 11 માં પ્રથમ આવનાર ને રૂ. 150, દ્ધિતીયને રૂ. 100, તૃતિય, ચતુર્થ, પાંચમાં અને છઠ્ઠા ક્રમે માટે રૂ.50, વિવિધ હરીફાઈઓમાં પ્રથમ આવનારને રૂ.50, દ્ધિતીય ને રૂ. 30, તૃતિયને રૂ.20 આપવામાં આવે છે.

 

પ્રાર્થના ગાનાર દરેકને રૂ.25, સમાચાર, સુવિચાર વાંચનાર, લખનારને રૂ.30, શ્રેષ્ઠ વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને રૂ.100, રાષ્ટ્ર કક્ષાએ પસંદગી માટે રૂ.200, રાજ્યકક્ષાએ રૂ. 150, વિજ્ઞાનમેળામાં ભાગ લેનારને રૂ.30,  વિજેતાને રૂ.50 આપવામાં આવે છે.

 

પ્રખરતા શોધ કસોટીમાં સૌથી વધુ ગુણ લાવનાર ને રૂ.50, ચિત્રકલા, રાષ્ટ્રીય ટેલેન્ટ કસોટી રૂ.50, માધ્યમિક અને પ્રાથમિક શિષ્યવૃત્તિમાં વધુ ગુણ લાવનારને રૂ.50 આપવામાં આવે છે.

 

સદર રકમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ અને વર્તમાન શિક્ષક ભાઈ બહેનો તથા દાતાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓની  દાનમાં આપેલી રકમના વ્યાજમાંથી આપવામાં આવે છે. જે વઘઘટને પાત્ર છે.

 

 ઉપરાંત કેટલાક દાતાઓ તરફથી ફીમાં આર્થિક રીતે રાહત આપવામાં આવે છે. સ્વેટર, ચંપલ, યુનિફોર્મ, પુસ્તકો, ઈત્યાદિ પણ આપવામાં આવે છે. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. એમ.સી.મોદી હાઈસ્કૂલ તથા જી.એમ.મોદી સ્કૂલને દાન આપનાર નામી તમામ દાતાઓનું હદયથી ઋણ સ્વીકારીએ છીએ.

 

થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન દ્વારા દાહોદ જિલ્લા ની વર્ષ 2007-08 ની શ્રેષ્ઠ દસ શાળાઓમાંથી એક એમ.સી.મોદી એક એમ.સી.મોદી હાઈસ્કૂલ જાહેર થઈ છે. ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી રૂપિયા 10,000/- નુ પારિતોષિક મળ્યું છે.

 

કોઈ પણ પ્રામણિક સંસ્થા દાતાઓના સહકાર વગર ચલાવવી મુશકેલ છે. પણ ઈશ્વર કૃપાથી અમને એવા દાતાઓ મળ્યા છે. જેમનું ઋણ હૈયે વસેલું છે જ.

 

સ્વર્ણિમ ગુજરાત કવીઝમાં રાજ્ય કક્ષાએ આ શાળાના શિક્ષક શ્રી અમીતભાઈ પટેલના તેજસ્વી પુત્ર ધૈર્ય કે જે ધોરણ પાંચમા અભ્યાસ કરે છે તે દ્વિતીય ક્રમે વિજેતા થતાં રૂ.50,000/- (પચાસ હજાર)      નું ઈનામ પ્રાત્પ કર્યુ છે. તેને હાર્દિક અભિનંદન.

શિષ્યવૃત્તિ

આ શાળામાં ગુલાબબેન મોદી ઈકો કલબ તથા એમ.સી.મોદી કન્ઝયુમર કલબ ચાલે છે.

 

વાંચે ગુજરાત અંતગર્ત આ શાળાના 6 વિદ્યાર્થીઓ ગાંધીનગરના મહાત્મા મંદિર મુકામે કારકિર્દી સેમિનારમાં ભાગ લઈ આવ્યા. જે ગૌરવપ્રદ ધટના છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું સ્ટડી સેન્ટર આ શાળામાં વર્ષ 2011-12 થી શરૂ થયુ છે.

 

સ્વ. સુબેધભાઈ તથા સ્વ.સુભદ્રાબ્હેન કડકીયા સ્મૃતિફંડમાંથી8 તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી તેમના નામ આ પ્રમાણે છે.

(1)     ગાંધી માનસી ડી.(B.Com) દે. બારીઆ

(2)     સુરાણી રીયા એસ.(M.B.A) અમદાવાદ

(3)     સોની અમીષાબેન જે.(B.Com) દે. બારીઆ

(4)     ધરીયા અદિતિ એ.(B.Com) દે.બરીઆ

(5)     દલાલ રૂચા એન.(B.Com) દે.બારીઆ

(6)     પરિખ તન્વી એસ.(B.Com) દે.બારીઆ

(7)     સોની મિનાલી વી.(B.Com) દે. બારીઆ

(8)     કડકીઆ હેમલ જી.(B.Com) વડોદરા


   

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,992