M.C.Modi High School
M.C.Modi Highschool | Donors

શાળાના દાતાશ્રી

પુરસ્કારની વિગત

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધોરણ - ૧૨ અને ધોરણ ૧૦માં પ્રથમ આવનારને રૂ।. ૧૫૦૦ /-, ધો.૧૦ અને ૧૨ દ્રિતિય ( બીજો) આવનારને રૂ।. ૭૫૦ / -, તૃતીયને રૂ।.૪૦૦ /-, ચોથા ક્રમે રૂ।. ૩૦૦/-, પાંચમાં ક્રમે રૂ।. ૨૦૦ / - , છઠ્ઠા ક્રમે રૂ।. ૧૦૦ /- પુરસ્કાર અપાય છે.

વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, વિષયો માટે રૂ।. ૧૫૦, ધોરણ અંગ્રેજી માટે રૂ।. ૧૦૦, ધોરણ - ૧૨ નામાના મૂળ તત્વો, ગુજરાતી માટે રૂ।. ૧૦૦, હિન્દી, અંગ્રેજી, વાણિજય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન માટે રૂ।. ૭૫, ધોરણ - ૧૦ માં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સામાજીક વિજ્ઞાન, ચિત્રકામ, શા.કે., માટે રૂ।. ૫૦, ધોરણ ૧ થી ૯ અને ધોરણ - ૧૧ માં પ્રથમ આવનારને રૂ।. ૧૫૦, દ્રિતીય ને રૂ।. ૧૦૦, તૃતીય, ચતુર્થ, પાંચમાં અને છઠ્ઠા ક્રમે માટે રૂ।. ૫૦, વિવિધ હરીફાઈઓમાં પ્રથમ આવનારને રૂ।. ૫૦, દ્રિતીય ને રૂ।. ૩૦, તૃતીયને રૂ।. ૨૦ ઈનામ રાખેલ છે.

પ્રાર્થના ગાનાર દરેકને રૂ।. ૨૫, સમાચાર, સુવિચાર વાંચનાર, લખનારને રૂ।. ૩૦, શ્રેષ્ઠ વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને રૂ।. ૧૦૦, રાષ્ટ્ર કક્ષાએ પસંદગી માટે રૂ।. ૨૦૦, રાજયકક્ષાએ રૂ।. ૧૫૦, વિજ્ઞાનમેળામાં ભાગ લેનારને રૂ।. ૩૦, વિજેતાને રૂ।. ૫૦ પ્રોત્સાહનરૂપે આપવામાં આવે છે.

પ્રખરતા શોધ કસોટીમાં સૌથી વધુ ગુણ લાવનાર ને રૂ।. ૫૦, ચિત્રકલા, રાષ્ટ્રીય ટેલેન્ટ કસોટી રૂ।. ૫૦, માધ્યમિક અને પ્રાથમિક શિષ્યવૃત્તિમાં વધુ ગુણ લાવનારને રૂ।. ૫૦ પુરસ્કાર રાખેલ છે.

સદર રકમ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ અને વર્તમાન શિક્ષક ભાઈ બહેનો તથા દાતાશ્રીઓ,શુભેચ્છકશ્રીઓની દાનમાં આપેલી રકમના વ્યાજમાંથી આપવામાં આવે છે. જે વધઘટને પાત્ર છે.

આ વર્ષ ૨૦૦૯ – ૧૦ થી સ્વ. સુબોધચંદ્ર આર. કડકીયા અને ગંગાસ્વરૂપ સુભદ્રાબ્હેન એસ.કડકીઆ સ્મૃતિફંડમાંથી દર વર્ષે રૂ।. ૫૦૦૧/– ( પાંચ હજાર એક) ની સ્કોલરશીપ IAS, CA, ICWA, CS, મેડીકલ, પેરા મેડીકલ, એન્જીનીયરીંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે પાંચ - છ વિદ્યાર્થીને (દરેકને) આપવામાં આવશે. તે માટે અરજી કરવી.

ઉપરાંત કેટલાક દાતાઓ તરફથી ફ્રીમાં આર્થિક રીતે રાહત ઉપરાંત અને સ્વેટર, ચંપલ, યુનિફોર્મ, પુસ્તકો, ઇત્યાદિ પણ આપવામાં આવે છે. જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાય છે. એમ..સી.મોદી હાઈસ્કૂલ તથા જી. એમ. મોદી સ્કૂલને દાન આપનાર નામી અનામી તમામ દાતાઓનું હદયથી ઋણ સ્વીકારીએ છીએ.

અમેરિકા ન્યૂયોર્ક શહેરની ડાલ્ટન સ્કૂલ તરફથી ૨૫૦ ડોલરનું દાન વર્ષ ૨૦૦૭-૦૮ ની આ શાળાની પ્રવૃતિઓને બિરદાવી આપવામાં આવ્યું છે.

થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન દ્રારા દાહોદ જિલ્લાની વર્ષ ૨૦૦૭-૦૮ ની શ્રેષ્ઠ દસ શાળાઓમાંથી એક; એમ.સી.મોદી હાઈસ્કૂલ જાહેર થઈ છે. ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ. ગાંધીનગર તરફથી રૂપિયા ૧૦,૦૦૦ / - નું પારિતોષિક મળ્યું છે.

કોઈ પણ પ્રામાણિક સંસ્થા દાતાઓના સહકાર વગર ચલાવવી મુશ્કેલ છે. પણ ઈશ્ર્વર કૃપાથી અમને એવા દાતાઓ મળ્યા છે. જેમનું ઋણ હૈયે વસેલું છે જ.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,991