M.C.Modi High School
M.C.Modi Highschool | Prayers

શાળાની પ્રાર્થના

પ્રાર્થના

ઓ શારદા તું આવ મારા જીવનમાં
વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં
ઓ શારદા.............
મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં
વીણાના સૂરો વહાવ મારા કંઠમાં
ઈશ તણા ગીત દેજો અંતરમાં
વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં
ઓ શારદા.............
જગ ના આંગણામાં નાચું મોરલો બનીને તારો
વિધ પર છવાઈ જાઉ ઈશ ના બની વિચારો
ભરજે વિશાળતા ઉર અંબરમાં
વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કિર્તનમાં
ઓ શારદા.............

 

હે કરૂણાના કરનારા

હે કરૂણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી,
હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.
મારાં પા ભર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા .... તારી ...1
હે પરમ કુપાળુ વા’લા, મેં પીધા વિષના પ્યાલા,
વિષને અમૃત કરનારા...તારી...2
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી-સવળી કરનાર....તારી....3
ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા ..... તારી.....4
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો
મારા સાચા ખેવનહાર .....તારી.....5
મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાનું દિલ હરનારા.....તારી....6

એ માલિક તેરે બંદે હમ

એ માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે ઐર બદી સે ટલે તાકી હંસતે હુએ નિકલે દમ,
બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈ ઉસમે કમી,
પર તૂ જો ખડા હૈ દયાલુ બડા, તેરી કિરપાસે ઘરતી થમી
દિયા તૂને હમે જબ જનમ તૂહી ઝેલેગા હમ સબકે ગમ.
....નેકી પર ચલે....
યે અંધેરા ઘના છા રહા, તેરા ઈન્સાન ઘબરા રહા,
હો રહા બેખર, કુછ ન આતા નજર, સુખકા સુરજ ડુબા જા રહા.
હૈ તરી રોશની મેં જો દમ, તો અમાવસ કો કર દે પુનમ
....નેકી પર ચલે....
જબ જુલ્મોં કા હો સામના, તબ તૂ હી હમેં થામના,
વો બુરાઈ કરે, હમ ભલાઈ કરે, નહીં બદલે કી હો કામના.
બઢ ઉઠે પ્યારા કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ
....નેકી પર ચલે....

 

મન કા વિશ્વાસ કમજોર હો ના

ઈતની શક્તિ હમેં દેના દાતા
મન કા વિશ્વાસ કમજોર હો ના (2)
હમ ચલે નેક રસ્તે પે હમસે
ભૂલકર ભી કોઈ ભૂલ હો ના ... ઈતની.....
દૂર અજ્ઞાન કે હોં અંધરે
તૂ હમેં જ્ઞાન કી રોશની દે,
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દે ભલી જિન્દગી દે.
બૈર હો ના કિસી કા કિસીસે
ભાવના મનમેં બદલે કી હોના... ઈતની....
હમ ન સોચે હમેં કયા મિલા હૈ
હમ ન સોચે કિયા કયા હૈ અર્પન
ફૂલ ખુશિયોં કે બાંટે સભીકો
સબકા જીવન હી બન જાયે મધુબન.
અપની કરૂણા કા જલ તૂ બહા કે
કર દે પાવન હર ઈક મન કા કોના.
હમ ચલે ચલે નેક રસ્તે પે હમ સે
ભુલ કર ભી કોઈ ભૂલ હો ના ..... ઈતની

પ્રાર્થના

હે શારદે મા હે શારદે મા
અજ્ઞાનતા સે હમે તાર દેમા, હે શારદે મા
તુ સ્વર કી દેવી યે સંગીત તુઝ સે
હર શબ્દ તેરા હર ગીત તુઝ સે
હમ હૈ અકેલે હમ હૈ અધુરે
તેરી શરણ મે હમે જ્ઞાન દેમા
હે શારદે મા.........
મુનિયો ને સમજી, ગુણીઓને જાની
વેદો કી ભાષા, પુરાણો કી બાની
હમ ભી તો સમજે હમ ભી ત જાને
વિદ્યા કા હમકો અધિકાર દે મા
હે શારદે મા.........
તું શ્વેત વરણી કલમ પે બીરાજે
હાથો મે વીણા, મુકુટ સર પે સાજે
મન સે હમરિ મિટા દે અંધેરે
હમ કો ઉજાલોકા સંસાર દે મા
હે શારદે મા.......

ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ

ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ
સિધ્ધ બુધ્ધ તુ, સ્કંધ વિનાયક સવિતા પાવક તુ
બ્રહ્મ મઝદ તુ, યહવ શકિત તુ ઈસુ પિતા પ્રભુ તુ
રુદ્ર વિષ્ણુ તુ, રામકૃષ્ણ તુ રહિમતાઓ તુ
વાસુદેવ તુ વિશ્વરૂપ તુ ચિદાનંદ હરિ તુ
અવ્દ્રિતિય તુ અકાલ નિર્ભય આત્મલિંગ શિવતુ
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ

  ભાવ મંત્ર શાળા ગીત

કવિઃ - ડો. સતીન દેસાઈ
સ્વરઃ - કપીલભાઈ ત્રિવેદી
મણિભાઈને જો સ્મરિયે સંકલ્પ એજ કરિયે,
ગંગા સમુ જ પાવન જીવીને પાર ઉતરિયે,
ઉજળું અને રૂપાળું, સંકુલ છે બારિયાનું
છે બ્રહ્મરૂપ કેવું ગાંધીશું વાણિયાનું.
શિક્ષણના ભેખ ધારી યુગમાં જ અવતરે છે,
નરસિંહ શું મશાલો એ હાથમાં ધરે છે.
એની જ દિવ્યતાઓ આ મન જિગરમાં ભરિયે,
મણિભાઈને જો સ્મરિયે.............
સીંચ્યા છે શ્વાસ - શ્વાસે સંસ્કાર ત્યાગવાના,
ઊંચા જ લક્ષ્ય આપ્યા આકાશ આંબવાના,
ઉપવન ખિલ્યા છે કેવા દેખો “ગુલાબ” બા ના,
એવા ઋષિવરોને હરપળ છે પૂજવાના,
હરપળ પલાંઠીવાળી મોદીના મંત્ર ભણિયે
મણિભાઈને જો સ્મરિયે..............

 
પ્રતિજ્ઞા
 
ભારત મારો દેશ છે.બધા ભારતીયો મારા ભાઈ- બહેન છે.
હું મારા દેશને ચાહું છું. અને તેના સમૃધ્દ્ર અને વૈવિધ્યપૂર્ણ
વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પુ છું. તેમનાં કલ્યાણ અને સમૃધ્દ્રિમાં જ મારૂં સુખ રહ્યું છે.
 
મંગલ મંદિર ખલો દયામય !
મંગલ મંદિર ખલો દયામય !
મંગલ મંદિર ખોલો .....
જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્રાર ઊંભો શિશું ભોળો..... દયામય
તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમાં લ્યો લ્યો....દયામય
નામ મંધુર તમ રટયો નિરતંર
શિશુ સહ પ્રેમે બોલો ...દયામય
દિવ્ય તુષાતુર આવ્યો બાળક
પ્રેમે અમિરસ ઢોળો....દયામય
 
અસત્યો માંહેથી પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ ! લઈજા
તું હીણો હું છું તો તુજ દરશનનાં દાન દઈ જા.
  પ્રાર્થના
ગુરૂ બ્રહમા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પર બ્રહમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

યા કુન્દેન્દુતુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણા વરદંડમિડકરા, પ્રભુતિભિઃ દેવૈઃ સદા વન્દિતા
યા બ્રહમાચ્ચુતશંકર, પ્રભુતિભિઃ દેવૈઃ સદા વન્દિતા
સામામ પાતુ સરસ્વતિ ભગવતી, નિઃશેષ જાડયા પહા.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ।
ત્વમેવ બંધુ શ્ર્વખા ત્વમેવ ।।
ત્વમેવ વિદ્યા દ્રવિંણં ત્વમેવ ।
ત્વમેવ સર્વ મમદેવ દેવ ।।

માતૃદેવો, પતૃદેવો ભવ.
આચાર્યદેવો ભવ, અતિથિ દેવો ભવ.
ૐ શાંતિઃ શાંતિઃશાતિઃ

રાષ્ટ્રગીત -1

વન્દે માતરમ્ વન્દે માતરમ્
સુજવાલ્ સુફલામ્ મલયજશીતલામ્
શસ્ય શ્યામલામ્ માતરમ્ વન્દે માતરમ્
વન્દે માતરમ્
શુભ જયોત્સનામ્ પુલકિત યામિનીમ્
ફુલ્લકુસુમિત સુમધુરભાષિનીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્
વન્દે માતરમ્

 

રાષ્ટ્રગીત - 2

જનગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા,
પંજાબ સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ બંગા
વિંન્ધ્ય હિમાચલ, યમુના, ગંગા
ઉચ્છલ- જલધિ તરંગા,
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે,
ગાયે તવ જય ગાથા,
જનગણ મંગલદાયક જય હે-
ભારત ભાગ્ય વિધાતા
જય હે ! જય હે !-જય હે !
જય જય જય જય હે !
    

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,997